આ ‘silent voters' છે ભાજપની સફળતાનું મજબૂત કારણ!, પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ

આ વખતે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એક ખાસ વાત કરી અને તે હતી સાઈલેન્ટ વોટર્સની. એવા મતદારો જે ચૂપચાપ મતદાન મથકો પર આવીને ભાજપને મત આપીને વિજયી બનાવવામાં કારણભૂત બની રહ્યા છે. આ મતદારોનો એક સમૂહ છે દેશની નારીશક્તિ. દેશની મહિલાઓ-દીકરીઓ.

આ ‘silent voters' છે ભાજપની સફળતાનું મજબૂત કારણ!, પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result) માં NDAની ભવ્ય જીત અને તેમા પણ ભાજપે (BJP) જે જબરદસ્ત પ્રદર્શન કર્યું તેનાથી કાર્યકરોમાં ખુશીની લહેર છે. બુધવારે ભાજપના હેડક્વાર્ટરમાં મતદારોનો આભાર માનવા માટે ધન્યવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આ કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધન કર્યું. ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત હતા. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભારતમાતા કી જયના નારાથી કરી હતી. આ વખતે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એક ખાસ વાત કરી અને તે હતી સાઈલેન્ટ વોટર્સની. એવા મતદારો જે ચૂપચાપ મતદાન મથકો પર આવીને ભાજપને મત આપીને વિજયી બનાવવામાં કારણભૂત બની રહ્યા છે. આ મતદારોનો એક સમૂહ છે દેશની નારીશક્તિ. દેશની મહિલાઓ-દીકરીઓ.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિભિન્ન રાજ્યોની પેટાચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધુ છે કે 21મી સદીમાં વિકાસ જ રાજનીતિનો આધાર હશે. આ સાથે જ તેમણે ભાજપને સતત મળી રહેલી જીતનો શ્રેય નારીશક્તિને આપ્યો અને તેમને ભાજપના 'સાઈલેન્ટ' મતદારોનો સૌથી મોટો સમૂહ ગણાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે તેમની ગૂંજ ચૂંટણી પરિણામોમાં પણ સંભળાવવા લાગી છે. તેમણે કહ્યું કે ભાજપના શાસનકાળમાં મહિલા કેન્દ્રીત યોજનાઓના માધ્યમથી તેમનું સન્માન અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાના કારણે આવું થયું છે. 

પીએમ મોદીએ કહ્યું કે, 'હવે સાઈલેન્ટ વોટર્સની ગૂંજ સંભળાવવા લાગી છે. ભાજપ પાસે સાઈલેન્ટ વોટર્સનો એક એવો વર્ગ છે જે તેને વારંવાર મત આપે છે. સતત મત આપે છે. અને આ સાઈલેન્ટ વોટર્સ છે દેશની માતાઓ, મહિલાઓ, બહેનો અને દેશની નારીશક્તિ!' તેમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારો સુધી મહિલા મતદારો જ ભાજપનો સૌથી મોટો 'સાઈલેન્ટ વોટર્સ'નો સમૂહ બની ગયો છે. તેમણે કહ્યું કે આવું એટલા માટે છે કારણ કે ભાજપના શાસનમાં મહિલાઓને સન્માન મળે છે અને સુરક્ષા મળે છે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

પીએમ મોદીએ કહ્યું કે બેન્કોમાં ખાતા ખોલવાથી લઈને લોન સુધી, ગર્ભાવસ્થા દરમિયાન મફત તપાસથી લઈને છ મહિના સુધીની રજાઓ, રસોડાના ધુમાડાથી મુક્ત કરાવવાથી લઈને શૌચાલયોના નિર્માણ સુધી, એક રૂપિયામાં સેનેટરી પેડની સુવિધા હોય કે દરેક ઘરે વીજળી પહોંચાડવાનું હોય કે પછી ઘરે ઘરે જળ માટે નળ અભિયાન...ભાજપ જ છે જે ભારતની મહિલાઓના જીવન સ્તરને સુધારવા માટે ઉમરના દરેક પડાવને જોતા ખાસ પ્રયત્ન કરી રહ્યો છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'આથી ભાજપ પર આ સાઈલેન્ટ વોટર્સ પોતાનો સ્નેહ દેખાડે છે અને પોતાના આશીર્વાદ આપે છે.' તેમણે કહ્યું કે ભાજપ જ દેશની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે જેમાં ગરીબો, અનુસૂચિતો, પીડિતો, શોષિતો અને વંછિતો પોતાનું પ્રતિનિધિત્વ જુએ છે અને પોતાનું ભવિષ્ય જુએ છે. તેમણે કહ્યું કે આજે ભાજપ જ દેશની એક માત્ર રાષ્ટ્રીય પાર્ટી છે જે સમાજના દરેક વર્ગની જરૂરિયાત અને દરેક ક્ષેત્રની જરૂરિયાતોને સમજે છે અને તેમના માટે કામ કરે છે. 

તેમણે કહ્યું કે મહિલાઓના સશક્તિકરણ અને તેમની ગરિમાને સુનિશ્ચિત કરવા બદલ પણ દેશની જનતાને ભાજપ પર જ ભરોસો છે. જનતાના ભરોસાને પોતાની સૌથી મોટી પૂંજી ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે આ જ કારણ છે કે ભાજપને દરેક ચૂંટણીમાં સફળતા મળી રહી છે. તેમણે કહ્યું કે દેશના લોકો વારંવાર ભાજપને જ તક આપી રહ્યા છે અને ભાજપ પર જ સૌથી વધુ વિશ્વાસ કરી રહ્યા છે. ભાજપની આ સફળતા પાછળ તેનું સુશાસનનું મોડલ છે. ભાજપ સરકારોની ઓળખ જ સુશાસન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news